In The News

More than 100 police officers, firefighters, and EMTs dressed as superheroes, made their way down North Street in Jersey City.

US: પોલીસ બની આંખો ભીંજવી જનાર પાર્થની અંતિમવિદાય, ન્યુજર્સી શોકમગ્ન

October 28, 2016 - divyabhaskar.com, Press -

By: divyabhaskar.com

divyabhaskar161028-1

ન્યુજર્સીઃઅમેરિકાના ન્યુજર્સી સિટીમાં એક દિવસના પોલીસ ઈન્સ્પેક્ટર બનીને તમામ દીલ જીતી લેનાર પાર્થ તેના જીવનની જંગ હારી ગયો હતો. પાર્થ પટેલે ત્રણ દિવસ બાદ અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થના અંતિમ સંસ્કાર 25 ઓક્ટોબરના રોજ ન્યુજર્સીના નોર્થ બર્ગનના ગાર્ડન સ્ટેટ ક્રેમટરિ ખાતે કરવામાં આવ્યા. જેમાં તેના પરિવારજનો, મિત્રો તથા શિક્ષકો ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. નોંધનીય છે કે, ગયા બુધવારે ન્યુજર્સી પોલીસે સરપ્રાઈઝ પરેડ યોજી પાર્થ પટેલને એક દિવસનો પોલીસ ઈન્સ્પેક્ટર બનાવ્યો હતો. પરેડમાં પાર્થે હસતા ચહેરાએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. પાર્થની બહાદુરી જોઈ હાજર સહુ કોઈની આંખો ભીંજાઈ થઈ ગઈ હતી.

સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર

કેન્સરની જીવલેણ બીમારી સામે ઝઝુમી રહેલા પાર્થને સ્થાનિક પોલીસે એકવાર ફરી સન્માન આપ્યું હતું. ન્યુજર્સી અને નેવાર્ક પોલીસે વિભાગ ઉપરાંત હડસન કાઉન્ટી શેરિફની ઓફિસ અને EMT તેની અંતિમ યાત્રામાં જોડાયા. અતિમ યાત્રામાં કેનેડી બુલવર્ડ, મોટરસાયકલ ઉપરાંત કેટલાક ઘોડાઓ પણ સામેલ થયા હતા. આ ઉપરાંત પાર્થના મનગમતા સુપરહીરો બેટમેનની કાર પણ અંતિમયાત્રામાં જોડાઈ હતી. જર્સી સિટી પોલીસ ઓફિસર્સે પૂર્ણ સન્માન સાથે પાર્થનું કાસ્કેટ શબવાહિનીમાં મૂક્યું હતું.

શું કહ્યું પાર્થની બહેને?

પાર્થની બહેન હીલેરી પટેલે ફેસબુક પર જણાવ્યું કે, ‘એક સુંદર જીવનનો અંત આવ્યો, તે તે મૃત્યું પામ્યો. અમારા દિલમાં તેની યાદો કાયમ રહેશે, તેને અમે કાયમ પ્રેમ કરીશું ક્યારેય નહીં ભૂલીએ. અમે બધા નાના સુપરહીરોને પ્રેમ કરતા હતા પણ અમે ગુમાવ્યો જ્યારે અમે તૈયાર નહોતા.’


ન્યુજર્સી પોલીસ દ્વારા પાર્થ પટેલનું કરાયું હતું વિશેષ સન્માન

કેન્સરની જીવલેણ બીમારી સામે ઝઝુમી રહેલા પાર્થ પટેલને એક દિવસ માટે પોલીસ ઈન્સ્પેક્ટર બનાવી ન્યુજર્સી પોલીસ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પાર્થને જર્સી સિટી પોલીસનો યુનીફોર્મ પહેરાવીને મનગમતા સુપરહીરો બેટમેન સાથે ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં સાથે ભણતા વિદ્યાર્થીઓથી માંડીને પોલીસ અધિકારીઓ, પાડોશી તથા શિક્ષકો દ્વારા તેને ચિયર કરવામાં આવ્યો હતો. પાર્થને સપોર્ટ કરનારા વિવિધ બેનરો લઈને લાઈનમાં ઉભા હતા. પાર્થ પણ હસતા ચહેરે તમામને હેલો કહી રહ્યો હતો, ભાવવાહી દ્રશ્યો જોઈને તમામ લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી. આ પરેડમાં વિશ્વના તમામ સુપરહીરો હતા પણ તેઓનો સુપર હીરો પાર્થ રહ્યો હતો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો

Web Title: Photos of first responders turn out in force for parth patel funeral services
(News in Gujarati from Divya Bhaskar)